જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા ૧૮મો રક્તદાન કેમ્પ નુ આયોજન
ભાવનગર સર્ટિ હોસ્પિટલ ના સહયોગ થી જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા પટેલ બોડીંગ, અલકા સીનેમા પાસે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ રક્તદાન કર્યું હતું. જેમાં ટોટલ 157 બોટલ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ને સમર્પિત કરવામાં આવી હતી. ભાવનગર જમીઅત તરફથી બધાય રક્તદાતા ઓ ને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું હતું.
જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા ધણા સેવા કિયા કામો પણ કરવામા આવેશે જે નિચે મુજબ છે :
- ધોબી સોસાયટી જેવા પછાત એર્યામાં ગરીબ લોકો માટે રાહત દરે ક્લિનિક ચાલે છે.
- જમીઅત લેબોરેટરી કલેક્શન સેન્ટર તરફથી રાહત દરે લોહી પેશાબ ના રીપોર્ટ કરી આપવામાં આવે છે. દિવાનપરા રોડ જૂની SBI ની નિચે.
- દિવાનપરા રોડ બાર્ટન લાઈબ્રેરી ડૉ.આસીફ ના દવાખાના પાસે જમીઅત મેડીકલ સ્ટોર પણ ચાલે છે જેમા રાહત દરે દવા આપવામાં આવે છે
આ કેમ્પ માં મુખ્ય મેહમાન તરીકે કસ્બા અંજુમને ઈસ્લામ ના પ્રમુખ મેહબૂબભાઈ (ટીના ભાઈ) ભાવનગર જમીઅત ના પ્રમુખ મોલાના જમીલ સાહબ ઉપ પ્રમુખ મોલાના મુજીબુલ હસન સાહબ, મોલાના ઈમરાન મોમીન હાફીઝ અબ્દુલ કુદ્દુસ સાહબ વગેરે કેમ્પ માં હાજરી આપી હતી.
આ કેમ્પ ને સફળ બનાવવા ભાવનગર જમીઅત ના સેક્રેટરી હાફીઝ તોફિક સા. મોલાના ઝકરિય્યા સા. મોલાના અય્યુબ સા. તસ્લીમ ભાઈ કાગદી અબ્દુલ કાદીરભાઈ લાકડીયા, અબ્દુલ કય્યુમભાઈ મન્સુરી તેમજ જમીઅત ના ખાદીમો એ મોટી ઝહમત ઉઠાવી હતી.
અંત માં જમીઅત ઉલમા એ ભાવનગરે સર્ટિ હોસ્પિટલ ના સ્ટાફ, રકતદાતાઓ, તમામ કાર્યકર્તાઓ નો આભર વેકત કર્યો હતો.
No comments