સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ ખાતે ગાંધી જયંતી પુર્વ સ્વચ્છતા અભિયાન સેમિનાર યોજાયો.
ભારતીય ડાક - અહમદઆબાદ જીપીઓ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લઈ રહ્યું છે. આ વર્ષની થીમ "સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" છે. જેના અંતર્ગત અહમદઆબાદ જીપીઓ દ્વારા આજ તા.24/09/2024 ના રોજ જમીયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ / જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) દ્વારા સંચાલિત સુફફા ઈંગ્લિશ સ્કૂલ, દરિયાપુર ખાતે સ્વચ્છતા અંગે જાગૃતિ માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અહમદઆબાદ જીપીઓ નાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ઈમરાન ભાઈ મન્સુરી એ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે લેવામાં આવતા વિવિધ પગલાંઓ અંગે વિધાર્થીઓ ને માહિતગાર કર્યા હતા.
સેમિનાર નાં અંતે સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ નાં પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ દ્વારા ઈમરાન ભાઈ મન્સુરી ની સેવાઓ ને બિરદાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.
No comments