જમીઅત ઉલમા - એ - હિન્દ ભાવનગર દ્વારા મુસ્લિમ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે બીજી વખત "જનરલ નોલેજ" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમીઅત ઉલમા - એ - હિન્દ ભાવનગર, જમીઅત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા જમીઅત એજયુકેશન કમિટી દ્વારા આજરોજ તારીખ ૦૧/૦૯/૨૦૨૪ - રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે રાઈટ વે સ્કૂલ, ટેકરી ચોક, પ્રભુદાસ તળાવ ખાતે બીજી વખત "જનરલ નોલેજ" સ્પર્ધાનું આયોજન મુસ્લિમ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૪ મુસ્લિમ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સંસ્થા દ્વારા હળવો નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેમજ દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જમીઅત ઉલમા - એ - હિન્દ - ભાવનગર ના નાઈબ સદર મોલાના મુજીબ સાહેબ, રઈસસર કાઝી મોલાના અય્યુબ સાહેબ, મોલાના ઈમરાન મોમીન, તસ્લીમભાઈ કાગદી તેમજ ભાવનગર જમીઅતના બોડીના સભ્યો, કારોબારીના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
No comments