Header Ads

ad728
  • Breaking News

    Jamiat News : સુફ્ફા ઇંગ્લિશ સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.


             તાઃ15/8/2024 ગુરૂવાર નાં દિવસે સવારે 9:00 વાગે જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) / જમીયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ ખાતે (દરિયાપુર, દાંડિયાવાડ) અતિથિ વિશેષ “હઝરત મૌલાના મુફતી મહમૂદ સા. બારડોલી” (ઉસ્તાદે હદીષ વ ત્તફસીર જામિઅહ ઈસ્લામિય્યહ તઅલીમુદ્દીન ડાભેલ) નાં હસ્તે રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ હઝરત મુફતી મહમૂદ સાહેબે ભારત ની આઝાદીમાં મુસ્લિમોનાં યોગદાન અને બલીદાન વિશે વિસ્તાર પુર્વક પ્રવચન કરી હાજર જનોને મંત્ર મુગ્ધ કરી દિધા હતા. પ્રોગ્રામ માં અન્ય મહેમાનો મુફતી રિઝવાન સા. સોદાગર, મુફતી હારૂન સા. ગોધરા, કારી હુસૈન સા. (ઉસ્તાદે તજવીદ જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવા) જનાબ ઈમરાન ભાઈ ખેડાવાલા (ધારાસભ્ય, જમાલપુર), જનાબ ગયાસુદ્દીન ભાઈ શેખ (માજી ધારાસભ્ય, દરીયાપુર) જનાબ એમ.એમ. શેખ (સિનિયર એડવોકેટ ગુજ. હાઈકોર્ટ) , જનાબ અશરફ દરવાન (મોટીવેશનલ સ્પીકર), સ્થાનિક કોર્પોરેટર શ્રી નિરવ બક્ષી, સમીરા બેન યૂસુફ ભાઈ માર્ટીન, રફીકભાઈ નગરીવાલા, જનાબ ઈરફાન સર તેમજ મોટી સંખ્યા માં ઉલમાએ કિરામ, બુધ્ધિજીવીઓ, સ્થાનિક આગેવાનો, સુફ્ફા સ્કૂલ નાં વિધાર્થીઓ, તેમના વાલીઓ અને મોટી સંખ્યા માં સ્થાનિક રહીશો હાજર રહયા હતા. પ્રોગ્રામ માં મુફતી મહમૂદ સા. તથા અન્ય મહેમાનો નુ ફુલ બુકે અર્પણ કરી અને શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ હતુ અને મુફતી રિઝવાન સા. ની દુઆ સાથે પ્રોગ્રામ નું સમાપન થયુ હતુ.



    પ્રોગ્રામ નાં સફળ આયોજન માટે સુફ્ફા સ્કૂલ નાં પ્રિન્સિપાલ ઈદરીશ સર, વાઈસ પ્રિન્સિપાલ નૂરજહાં મેમ તેમજ અન્ય ટીચર્સ, સ્પોર્ટ સ્ટાફ, મૌલાના સલમાન સા., મૌલાના મુઆવિયહ, હાફિઝ ખુબૈબ, હાફિઝ સલમાન, હાફિઝ તૌફીક લહેરી, હાફિઝ નિઝામ,  ઉમરભાઈ, ઈલ્યાસભાઈ, સાકિબ ભાઈ, અ.રશીદ ભાઈ, અશ્ફાકભાઈ, અસલમ ભાઈ, હુઝૈફા ભાઈ, સલમાન ભાઈ તથા ખિદમત ગ્રુપ નાં અન્ય સાથીઓ અને જમીઅત નાં સેવાભાવી કાર્યકર્તાઓ એ ભારે ઝહેમત ઉઠાવી હતી તેમજ સ્થાનિક રહીશો એ સહકાર પુરો પાડયો હતો. જે બદલ મુફતી અ.કય્યુમે તમામ સેવાભાવી કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો નો આભાર વ્યક્ત કર્યો હતો.


    #jamiatahmedabad #jamiat #arshadmadani 

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728