સુફ્ફા ઈંગ્લીશ સ્કૂલ ખાતે G.C.S. હોસ્પીટલ નાં સહયોગ થી રૂટીન હેલ્પ ચેકઅપ કેમ્પ યોજાયો.
તારીખ 9/8/2024 શુક્રવાર નાં દિવસે G.C.S. હોસ્પીટલ નાં સહયોગ થી જમીઅત ઉલમા એ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની), જમીયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુફ્ફા ઈંગ્લીશ સ્કૂલ ખાતે સ્કૂલ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં G.C.S. હોસ્પીટલ નાં ડૉ.ઝરના કુકાડીયા, ડૉ.અભિષેક કુંદાલીયા, ડૉ.ભુમિકા, ડૉ. રામ રેવાકર સાહેબે તબીબી સેવાઓ પુરી પાડી આશરે 350 બાળકો ની હેલ્થ ચેકઅપ કરી, બાળ દર્દીઓ ને જરૂરત મુજબ ની દવાઓ પુરી પાડી હતી. કેમ્પ નાં અંતે G.C.S. હોસ્પીટલ નાં ડૉકટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફુલ બુકે અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
કેમ્પ નાં સફળ આયોજન માટે G.C.S. હોસ્પીટલ મેડીકલ સ્ટાફ સરફરાઝ ભાઈ મન્સુરી, જી.કે. બારૈયા, સાક્ષી સાલવી અને ધર્મેશ પરમાર તેમજ સુફ્ફા ઈંગ્લીશ સ્કૂલ નાં મેનેજીંગ ટ્રસ્ટી મૌલાના સલમાન સા. , પ્રિન્સિપાલ ઈદરીસ સર, વાઈસ પ્રિન્સિપાલ નૂરજહાં મેમ, ઉમામહ મેમ તેમજ અન્ય ટીચર્સ, સ્પોર્ટ સ્ટાફ અને હાફિઝ ખુબૈબ, મૌલાના મુઆવિયહ, ઈલ્યાસ ભાઈ શેખ અને હાફિઝ તોફીક લહેરી એ ભારે જહેમત ઉઠાવી હતી.
No comments