સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ ખાતે "ટીચર્સ એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ" યોજાયો.
તાઃ15/01/2024 સોમવાર નાં દિવસે સવારે 11 થી 2 સુધી જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) / જમીયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત "સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ" ખાતે ટીચર્સ ટ્રેનીંગ & એમ્પાવરમેન્ટ નાં પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મશહૂર સ્કોલર અને આંતરરાષ્ટ્રીય ટ્રેનર, ફાઉન્ડર રાઈટવે સ્કૂલ શ્રી મુફ્તી ડૉ. સાજિદ સિદ્દીક બેલીમ ફલાહી (ભાવનગર) એ એકવીસ મી સદી નાં કૌશલ્યો અને મહારતો નાં શિષર્ક હેઠળ સંચાર (Communication), સહયોગ (Collaboration), સર્જનાત્મકતા (Creativity) અને આલોચનાત્મક વિચાર (Critical thinking) જેવા વિષયો પર પ્રવચન કરી ટીચર્સ અને અસાતિઝા ને ઉડાણ પુર્વક સમજ આપી હતી.
પ્રોગ્રામ નાં સફળ આયોજન માટે સુફ્ફા ઈંગ્લિશ સ્કૂલ મેનેજમેન્ટ, ટીચર્સ, અસાતિઝા, સ્ટાફ તેમજ જમીઅત ઓફીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી
No comments