Header Ads

ad728
  • Breaking News

    જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા અગ્યાર્મો રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો


     તારીખ : ૯-૭-૨૦૨૩ ને રવિવારે ભાવનગર સર્ટિ હોસ્પિટલ ના સહયોગ થી જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર દ્વારા ઇબ્રાહિમ પ્રાથમિક્ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો એ રક્તદાન કર્યું હતું. 

    જમીઅત ઉલમા એ હિન્દ ભાવનગર તરફથી આ અગિયાર મો રક્તદાન કેમ્પ રાખવા માં આવ્યો હતો જેમાં સવારથીજ જમીઅત ના કાર્યકર્તાઓ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માં લાગી ગયા હતા ને આ કેમ્પ માં ટોટલ 79 બોટલ પ્રાપ્ત થય હતી ને આ પ્રાપ્ત કરેલ બોટલ ભાવનગર સર્ટિ હોસ્પિટલ ને સમર્પિત કરવામાં આવી હતી.

          અંત માં જમીઅત ઉલમા એ ભાવનગરે સર્ટિ હોસ્પિટલ ના સ્ટાફ, રકતદાતાઓ, ઈબ્રાહિમ પ્રાથમિક શાળા ના ટ્રસ્ટીઓ, અને તમામ કાર્યકર્તાઓ નો આભર વેકત કર્યો હતો. 

             આ કેમ્પ ને સફળ બનાવવા ભાવનગર જમીઅત ના પ્રમુખ મોલાના જમીલ સાહેબ ઉપ પ્રમુખ મોલાના મુજીબુલ હસન સાહબ જનરલ સેક્રેટરી હાફીઝ તોફિક સાહેબ જોઈન સેક્રેટરી મોલાના અય્યુબ સાહેબ તેમજ જમીઅત ના ખાદીમ અબ્દુલ કય્યુમભાઈ મન્સુરી, વાહિદભાઈ મિસ્ત્રી, મોહસીન ઉસ્તાદ, તેમજ જમીઅત ના ખાદીમો એ મોટી ઝહમત ઉઠાવી હતી.



    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728