Header Ads

ad728
  • Breaking News

    જમીઅતે ઉલમાએ અહમદઆબાદ, શાહપુર વોર્ડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ.



     

     જમીઅત ઉલમાએ અહમદઆબાદ, શાહપુર વોર્ડ (મૌલાના અરશદ મદની) દ્વારા તા.27/5/23 શનિવારે રાત્રે 9:00 થી 12:00 સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક નાં સહકાર થી શાહપુર પથ્થરવાલી મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યા માં હિન્દુ, મુસ્લિમ ભાઈઓ ઉમટી પડયા હતા અને ઉત્સાહ ભેર રક્તદાન કરી કૌમી એકતા નાં અનેરા દર્શન પુરા પાડયા હતા. આ પ્રસંગે 93 રક્તદાતાઓ ને સર્ટીફિકેટ અને કાંચ નાં મગ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમ્પ નાં અંતે સિવિલ બ્લ્ડ બેંક દ્વારા જમીઅત બ્લ્ડ ડોનેશન ગ્રુપ અને શાહપુર વોર્ડ જમીઅત ની સેવાઓ ને બિરદાવી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

     કેમ્પનાં સફળ આયોજન માટે અ.રશીદભાઈ પઠાણ, મૌલાના નદીમ સા., હા. ઉમર, મૌલાના સલમાન, યુસુફભાઈ મલેક, સિકંદરભાઈ, મુનીરભાઈ, આરિફભાઈ બલ્લુ, જુનેદ બના શેઠ, અલાબક્ષ, ફૈઝ મન્સુરી, હુઝૈફા મલેક, અ.હમીદ, ઈમ્તિયાઝ મલેક, ઈલ્મુદ્દીન ગુડ્ડુ, અ.રશીદભાઈ ભુરા, અશફાકભાઈ મોના, અ.રશીદભાઈ શેખજી, બાબાભાઈ સૈયદ, મુબશ્શિરભાઈ કુરૈશી, આસિફભાઈ અન્ના, અરબાઝ ટકલી, રઈસભાઈ ટકલી, જુનેદભાઈ શેખ (કોંગ્રેસ કાર્યકર્તા), યુસુફભાઈ માર્ટીન (કોંગ્રેસ કાર્યકર્તા), હા.ખુબૈબ, હા.ફહદ અને હા.સલમાને ભારે ઝહેમત ઉઠાવી હતી. તેમજ સ્થાનિક રઈસો, આગેવાનો અને પોલીસ પ્રશાસને સંપુર્ણ સહકાર આપ્યો હતો.






    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728