Header Ads

ad728
  • Breaking News

    જમીઅતે ઉલમાએ હિંદ, કલોલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ.

     તા.5/3/23 રવીવાર નાં રોજ જમીઅત ઉલમાએ હિંદ, કલોલ (મૌલાના અરશદ મદની) દ્વારા પ્રથમા બ્લડ બેંક નાં સહકાર થી કલોલ ખાતે સતત બીજીવાર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યા માં ભાઈઓ અને બેહનોં એ ભાગ લઈ રક્તદાન કર્યુ હતું. વિશેષ કરી ડૉ.તૈયબ, ડૉ.યૂસુફ, ડૉ.રઈસ અને ડૉ.વસીમે પણ રક્તદાન કરી રક્તદાતાઓ ને પ્રોત્સાહન આપ્યુ હતું. પ્રથમા બ્લડ બેંક દ્વારા 136 રક્તદાતાઓ ને કાંચ ની વાટકીઓ નો સેટ ભેટ આપી તેઓની સેવાને બિરદાવવામાં આવી હતી. તેમજ  જમીઅત ઉલમાએ હિંદ, કલોલ દ્વારા રક્તદાતાઓ માટે નાશ્તા અને પ્રથમા બ્લડ બેંકનાં સ્ટાફ અને ખિદમત વાળા સાથીઓ માટે જમવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 

    આ પ્રસંગે પ્રથમા બ્લડ સેન્ટર ના એસોસિયેટ ડાયરેકટર ડૉકટર કિશોર મહેશ્વરી એ ઉપસ્થિત રહી કેમ્પ ના આયોજકો અને જમીઅત ઉલમાએ હિંદ, કલોલ નાં ઝિમ્મેદારો નેફૂલબુકે અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું

    કેમ્પનાં સફળ આયોજન માટે જમીઅત ઉલમાએ હિંદ, કલોલ નાં મૌલાના હુઝૈફા સા., મૌલાના સૈફુદ્દીન સા., ઈરશાદભાઈ અરકાટે, અ.સમદભાઈ તેમજ સ્થાનિક આગેવાનો અને જમીઅત ઉલમાએ અહમદઆબાદ બ્લડ ગ્રુપ નાં બાબાભાઈ સૈયદ, ઈરફાનભાઈ કુરૈશી, યુનુસભાઈ પટેલ, તૌફીકભાઈ મન્સુરી તેમજ હાફિઝ સલમાન, હાફિઝ ફહદ, હુસેન ચાચા અને હાફિઝ તોફીક લહેરી એ ભારે ઝહેમત ઉઠાવી હતી.


    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728