Header Ads

ad728
  • Breaking News

    સુફ્ફાહ ઈંગ્લીશ સ્કૂલ દ્વારા "વાર્ષિક દિન" ની ઉજવણી કરવામાં આવી.


     તાઃ 4/2/2023 શનીવાર નાં દિવસે જમીઅત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ, જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) દ્વારા સંચાલિત "સુફ્ફાહ ઈંગ્લીશ સ્કૂલ" ની સ્થાપના ને સાત વર્ષ પૂરા થતા ટાગોર હોલ, પાલડી ખાતે હઝ. મૌલાના સિદ્દીક સા. નદવી (નાયબ સદર જમીઅત અહમદઆબાદ, મોહતમીમ વ શૈખુલ હદીષ જામિઅહ કન્ઝુલ ઉલૂમ) ની અધ્યક્ષતા હેઠળ સ્કૂલ નાં "એન્યુઅલ ડે" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથી તરીકે હઝ.મૌલાના કારી રશીદ અહમદ અજમેરી સા. દા.બ. (શૈખુલ હદીષ જામિઅહ અશરફીય્યહ રાંદેર સુરત) અને અતિથી વિશેષ તરીકે શ્રી P.S. સોલંકી સા (Rtd.  Assistant Director Of I.B., MHA Govt of India), મુફતી સાજિદ સા. ફલાહી (મોટીવેશનલ સ્પીકર, ફાઉન્ડર રાઈટ વે સ્કૂલ), મુફતી યહ્યા સા. (ઉસ્તાદે હદીષ જામિઅહ અલ-ફઝલ), એડવોકેટ શાહિદ નદીમ (લીગલ એડવાઈઝર જમીઅત ઉલમાએ મહારાષ્ટ્ર), જનાબ મુહમ્મદ અમીન ફૈઝી સા. (રીટાયર્ડ પ્રિન્સીપાલ, જમહૂર હાઈસ્કૂલ એન્ડ જુનીયર કોલેજ માલેગાંવ), હઝ. કારી હુસૈન અહમદ સા. (ઉસ્તાદે હદીષ જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવા), ઈરફાન સર (પ્રિન્સીપાલ દરીયાપૂર પબ્લીક સ્કૂલ), શ્રી અશરફ દરવાન સર, શ્રી ઈમરાન ભાઈ ખેડાવાલા (ધારાસભ્ય), શ્રી ગ્યાસુદ્દીન ભાઈ શેખ (માજી ધારાસભ્ય) સહિત અન્ય મહાનુભાવો, વિદ્વાનો, ઉલમા અને મોટી સંખ્યા માં પેરેન્ટસ ઉપસ્થિત રહ્યા હતા.

     કુર્આનપાક ની તિલાવત અને ત્યારબાદ અરબી ઝબાન માં નઅત શરીફ થી પ્રોગ્રામ ની શરુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ સ્કૂલ નાં બાળકો દ્વારા મોર્ડન એજ્યુકેશન તથા દીનીયાત ની તાલીમ પર પ્રકાશ પાડતા પ્રોગ્રામો ની સાથે સાથે ભારતિય સંસ્કૃતિ અને દેશ ભક્તિ નાં પ્રોગ્રામ પણ રજુ કરવામાં આવ્યા હતા. ભય અને નફરત નાં વાતાવરણ વચ્ચે સ્કૂલ માં અભ્યાસ કરતા એક માત્ર હિંદુ વિધાર્થી આદર્શ વાઘેલા અને એક મુસ્લિમ વિધાર્થી મુહમ્મદ દ્વારા પ્યાર, મોહબ્બત, એકતા અને ભાઈ ચારા નો સંદેશ પાઠવવા માં આવ્યો હતો. સ્કૂલ નાં બાળકો દ્વારા ટીપુ સુલ્તાન, બહાદુર શાહ ઝફર, શૈખુલ હિંદ (રહ.) અને બેગમ હઝરત મહલ ની ભૂમિકા ભજવી આઝાદી ની લડતમાં ભારતિય મુસલ્માનો નાં યોગદાન અને બલિદાન થી લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ સ્કૂલ ની વિધાર્થીનીઓ દ્વારા યે હિંદુસ્તાન હમારા હૈ નાં તરાના સાથે પરેડ અને ફૌજી કરતબો રજુ કરવામાં આવ્યા હતા. જેને હાજરજનો એ તાલીયો નાં ગડગડાટ સાથે વધાવી લીધુ હતુ. સાથેજ સાઈન્સ, મેડીકલ સાઈન્સ અને લેટેસ્ટ ટેકનોલોજી માં મુસ્લિમો ની શોધ અને યોગદાન થી માહિતગાર કરવા માટે નો એક પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલ નાં બાળકો એ અબુબકર રાઝી, જાબિર બિન હય્યાન, અબ્બાસ બિન ફિરનાસ, મરયમ ઉસ્તરાબી તથા અન્ય મુસ્લિમ વૈજ્ઞાનિકો ની વેશાપુષા ભજવી હતી. આજ હિજાબ ની આડ માં મુસ્લિમો વિશે દુષ્ટ પ્રચાર કરવામાં આવે છે. ત્યારે સ્કૂલ ની નાની નાની વિધાર્થીનીઓ એ હિજાબ વિષે સુંદર સંવાદ રજુ કરી મુસ્લિમ બાહિજાબ દિકરીઓ ની સેવાઓએ થી લોકોને માહિતગાર કર્યા હતા. પ્રોગ્રામ માં અંતરે અંતરે નર્સરી અને જુનીયર K.G નાં બાળકો દ્વારા સુવર્ણ શબ્દો રજુ કરવામાં આવ્યા હતા. અને અંતમાં જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવા નાં ઉસ્તાદે હદીષ હઝ. મૌલાના કારી હુસૈન  સાહેબે સુફ્ફાહ ઈંગ્લીશ સ્કૂલ નાં બાળકો સાથે પોતે લેખન તરાના નું પઠન કર્યુ હતુ. પ્રોગ્રામ માં કારી રશીદ અહમદ સા., શ્રી P.S. સોલંકી સા., મુફતી સાજિદ સા., કારી હુસેન અહમદ સા., ઈરફાન સર, ઈમરાનભાઈ ખેડાવાલા, ગ્યાસુદ્દીન ભાઈ શેખ તથા અન્ય મહાનુભાવો નું શાલ ઓઢાડી અને ટ્રોફી એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ સમયે અતિથી વિશેષ શ્રી P.S. સોલંકી અને મુફતી સાજિદ સાહેબે બાળકો નાં સુંદર પ્રોગ્રામ અને એજ્યુકેશન ની મહિમા અને ઝરૂરત વિશે પોતાનાં મંતવ્યો રજુ કર્યા હતા. અને અંતે મુખ્ય અતિથી હઝ. કારી રશીદ અહમદ અજમેરી સા. નાં પ્રસંગ અનુરૂપ ટુંકા પરંતુ સંક્ષિપ્ત પર્વચન અને દુઆ પર પ્રોગ્રામ નું સમાપન કરવામાં આવ્યુ હતુ. પ્રોગ્રામ ની સફળતા નો જશ અલ્લાહ નાં ફઝલ થી સુફ્ફાહ ઈંગ્લીશ સ્કૂલ ની ટીચર્સ, સ્ટાફ, વિશેષ કરી ઈદરીસ સર, નૂરજહાં મેમ, સનોફર મેમ, ઉમામહ મેમ, સના મેમ, મૌલાના સલમાન, મુફતી અ.મતીન, મુફતી ફહદ, ઝાકિર સર તેમજ ટીચર્સ, અસાતિઝહ અને સપોર્ટ સ્ટાફ ને ફાળે જાય છે. પ્રોગ્રામ નાં સફળ આયોજન માટે મૌલાના સલમાન શેખ, હા.સલમાન મન્સુરી, હા.ખુબૈબ, હા.તોસીફ, ઈલ્યાસ ભાઈ શેખ, હા.તોફીક લહેરી તેમજ જમીઅત ખિદમત ગૃપ અને જમીઅત ની વિવિધ યુનિટો નાં સેવાભાવી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

    ફકત આપનો આભારી





    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728