Header Ads

ad728
  • Breaking News

    જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) અને અબાબીલ દ્વારા ફ્રી આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ યોજાયો.


    તા:29/01/23 રવીવાર નાં રોજ ઉમેદ મુખી ની ચાલી, પારસ સ્કૂલ પાસે, બાપુનગર, અહમદઆબાદ ખાતે જમીઅત ઉલમા એ અહમદાબાદ (મૌલાના અરશદ મદની) અને અબાબીલ ગૃપ ના સહયોગથી નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 111 થી વધુ લોકો નાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. સાથેજ આવકનાં દાખલા નાં 80 ફોર્મ પણ ભરી આપવામાં આવ્યા હતા અને 66 વ્યક્તિઓ નાં આધારકાર્ડ મોબાઇલ સાથે લિંક કરી આપવામાં આવ્યા હતા તેમજ અન્ય ડોકયુમેન્ટસ બનાવવા અને મેડીકલ ક્ષેત્રે સરકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

    કેમ્પ માં કરાન ભાઇ યુનીક, ઇમરાન ભાઇ G.P.O., આફતાબ ભાઈ, ઈરફાન ભાઇ, એડવોકેટ ઉખૈર, નૌમાન ભાઈ, આરિફ ભાઇ પટેલ, ઇરફાન ભાઈ દીવાન, અબ્દુલ લતીફ઼ ભાઇ, ઇરશાદ અન્સારી, નિસાર ચાચા, અકરમ ભાઈ, કૈસ ભાઈ, બિલાલ ખાન અને હા.ખુબૈબેનિશ્વાર્થ કામગીરી કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728