Header Ads

ad728
  • Breaking News

    જમીઅતે ઉલમાએ હિંદ, ખેડા શહેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ.

    તા.26/01/23 નાં રોજ જમીઅત ઉલમાએ હિંદ, ખેડા શહેર દ્વારા બહારપુરા ચોક ખેડા ખાતે ગણતંત્ર દિવસ ની ઉજવણી નાં ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રક્તદાતાઓ એ ઉત્સાહ ભેર ભાગ લઇ હિંદુ-મુસ્લિમ એકતા નું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડી અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે બારગામ નાં દર્દીઓ માટે 170 યુનિટ બ્લડ દાન કર્યુ હતુ. આ પ્રસંગે ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાતાઓ ને કાંચ નાં ગ્લાસ નો સેટ ભેટ આપી તેઓની સેવાને બિરદાવવામાં આવી હતી. અને જમીઅત ઉલમાએ હિંદ ખેડા શહેર દ્વારા રકતદાતાઓ માટે નાશ્તા અને સિવીલ હોસ્પિટલ નાં સ્ટાફ અને ખિદમત વાળા સાર્થીઓ માટે જમવાનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. તેમજ કેમ્પ નાં અંતે સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક નાં સ્ટાફ ને ટ્રોફી અને ડીનર સેટ ભેટ આપી અભીવાદન કરવામાં આવ્યુ હતું. કેમ્પનાં સફળ આયોજન માટે ખેડા શહેર જમીઅત નાં મૌ.રિયાઝ સાહબ, મૌ.સઇદ સા., મૌ.યાસીન સા., અકીલ વ્હોરા, ઈમરાન વ્હોરા, અનવર વ્હોરા, સમીરભાઈ મોમીન, ઈમરાન વકીલ, ઈાક વ્હોરા, ઈમરાન મેમણ K.P., ઇલ્યાસભાઇ મેમણ, ઉસૈદ ભાઇ, સરફરાઝ ભાઇ રોયલ, ઈમ્તિયાઝ ભાઈ વકીલ, હા.શકીલ, હા. રૈયાન, સરફરાઝ ટીપટોપ તેમજ જમીઅત ઉલમાએ અહમદઆબાદ ખિદમત ગ્રુપ નાં મુબશિર કુરૈશી, બાબાભાઈ સૈયદ, હુસૈકાભાઇ, અસલમભાઇ, શફી ભાઇ, યુનુસભાઇ પટેલ, સલમાન કુરૈશી, હાફિઝ સમીર, મયુદીન ચાચા અને ઉમ્મત માનવતાનાં ડૉ.અકરમ મસાવાલા, તૌફીકભાઇ, અબ્દુલ વહાબભાઇ, અનવર હુસૈન ભાઈ, સોએબ ભાઈ, મો.શોએબ, શક઼ીભાઈ કબાડી, મુદ્દસ્સિર ખાન (મુજ્જુભાઇ) અને ઇમરાનભાઇ એભારે ઝહેમત ઉઠાવી હતી.

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728